Wednesday, April 28, 2010
રેગિસ્તાન...
ગીરગઢડાના મારા કવિમિત્ર શ્રી હરેશ કાનાણી ડાયરેક દિલમાં ઉતરી જાય એવું લખવાની માસ્ટરી ધરાવે છે.
તેજાબી કલમના સહારે હરેશભાઈ જે માર્મિક ઘા મારી જાય છે એ અદ્દભુત હોય છે.
વાંચવા જેવી, સમજવા જેવી એક અછાંદસ રચના...
રેગિસ્તાન...
તને
રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ, તો ક્યારેક ઘોડો!
પણ
અમને ક્યાં ખબર હતી કે
એ
ઊંટ કે ઘોડાને
તું
મૂકી આવીશ
બળબળતા રેગિસ્તાનમાં...!
– હરેશ કાનાણી
ગીરગઢડા
Subscribe to:
Post Comments (Atom)
મારા પરમ મિત્ર કે જેઓ પોતાને કડવો કાઠિયાવાડી ગણાવે છે... તેઓ કાઠિયાવાડી તો છે પરંતુ તેના વાણી, વર્તન કે વિલાસ માં કડવાશ નો એક અંશ પણ નથી. તેમના માં તો ગુલાબ ની ફૂલ જેવી સુગંધ અને સાકાર ના જેવી મીઠાશ છે.
ReplyDeleteશુભેચ્છા સહ
દર્શન મશરૂ
मुझे फूकने (जलाने) से पहेले मेरे दिल को निकल देना;
किसी और की अमानत कही जल ना जाये.