Wednesday, January 13, 2010

૩ ડોબા!!!



આ હમણાથી સંધીય કોર '૩ ઇડીયટ્સ'ની જ વાહ-વાહી થઇ રઈ છે.
આજે તમને કડવો '૩ ડોબા'ની વાર્તા કરવાનો છે.
વિધુ વિનોદ ચોપરા આપણી વાર્તાનો પેલો ડોબો છે.
આ ભાઈએ ૧૯૮૯માં 'પરિંદા' જેવી ફિલમ બનાવીને નામ કાઢ્યું પણ...
એની બાકીની ફિલ્મું દમ વગરની છે...
માનવામાં નથી આવતું ને?
સારું લ્યો... એને '૯૮માં એક ધોબીની પ્રેમકથા જેવી 'કરીબ' બનાવી હતી...
આ ફિલમ એટલી 'ગરીબ' હતી કે જોનારા રાતા આંહુંડે રોયા...
ચોપરાને રાજકુમાર હિરાણીના રૂપમાં લોટરી લાગી ગઈ છે...
આખા ગામને 'મુન્નાગીરી' શીખવાડીને આ બન્ને ઢગલો ફદિયાં કમાયા...
આ બે ડોબા મળ્યા ફીલ્મુના બટકબોલા આમીર ખાનને...
આમીરને તો હાલતી ગાડીએ બેહી જાવાની જનમજાત ટેવ છે...
બસ અહીંથી જ બિચારા ચેતન ભગતની પથારી ફરી ગઈ...
એને બળ કરીને એક ચોપડી લખી હતી અને એના ઉપરથી જ આ ત્રણેય ડોબાઓએ આ ફિલમ બનાવી નાખી...
હવે મજા જોવો... એમને ચેતનને નામ આપવાના બદલે એની જ બઝાવવાની ચાલુ કરી દીધી!
એલા ડોબાઓ ક્યારેક નવરા થઈને ગામની નિહાળુંમાં ગુડાવ...
તમને બતાવું કે તમે કહો છો એવા જડના પેટના માસ્તરું ક્યાય નથી રહ્યા...
નીકળી હાલ્યા ફિલ્મું બનાવવા...
તમને તો ચેતનની અને આખા લેખક સમાજની હાય નો લાગે તો આ કડવાનું નામ બદલી નાખજો...
તમને તો ગાયળુ દઉં તોય મને પાપ નો લાગે...
સ્ટીલના કીડાવ પડશે તમને તો...

Saturday, January 9, 2010

કરો કંકુના..!!!


એ સંધાયને ઝાઝા કરીને સાલ-મુબારક...
અને વહાલ-મુબારક...
જુવાનીયાવને એમના "માલ" મુબારક!!!
જે હજીય એમને એમ લટકે છે ઈ વાંઢાવને એમના આ હાલ મુબારક...
(ઈ સંધાય "લખણે" જ રખડે છે!!!)
પણ માથાના મોવાળા ખરી જાય એવી કાહટી નહિ કરવાની.
એક વાત યાદ રાખો...
ભગવાને સંધાય સાટું એક ટીડડું તો તૈયાર રાખ્યું જ હોય છે...
મળે એટલે ચોંટી જ જવાનું...
નહિ તો આ વરહે પણ હરાયાં ઢોરની ઘોયડે આંટા ફેરા અને આશીર્વાદ કરજો...
પછી માથે નો ચઢી જાતા કે કડવાએ કીધું નો'તું...
તો હાલો સૌ હાર્યે આ વરહે નક્કી કરીએ કે...
૨૦૧૧માં તો મેળ પાડી જ દેઈશું...
ઈમાં એવું કાઠું કંઈ નથી...
મારી હાર્યે ફરો, આવડી જાહે...
તો હાલો... કરો કંકુના...

Friday, January 1, 2010

આ સંધુય શા માટે?


તમે સંધાય ભેગા થઈને બ્લોગું લખતા હો તો હું શું લેવા બાકી રહું?
બસ એટલા નાનકડા આઈડીયાએ મને ૩૧ ડીસેમ્બેરની આખી રાત જગાડ્યો અને નવા વરસે માંડી આ નવી વાર્તા...
દુનિયાભરની પત્તર ખાંડવાનું આ હાથવગું હથિયાર મને તો બહુ ગમ્યું...

કડવાની પણ કાયદેસરની એન્ટ્રી


એ ઈંટરનેટના દોયડે (અને વગર દોયડે પણ) વાતું કરતા સૌ ભાયું અને બહેનુંને ઝાઝા કરીને રામ-રામ...
તમારી આ ઘેલી જમાતમાં હવે આ કડવાની પણ કાયદેસરની એન્ટ્રી પડી છે..
ઢેનટેણટેણ...
ના.. ના.. ઈમાં ઉભા હું થાવાનું?
તમ તમારે મોઝથી બેઠા રહો...
તો સૌ થઇ જાઓ સાબદા...
બાપુ હવે કેવી મોઝું કરાવે છે ઈ જુઓ..
અને જોતા જ રહો...
પછી કેતા નહિ કે અમે તો રહી ગ્યા...