Wednesday, January 13, 2010
૩ ડોબા!!!
આ હમણાથી સંધીય કોર '૩ ઇડીયટ્સ'ની જ વાહ-વાહી થઇ રઈ છે.
આજે તમને કડવો '૩ ડોબા'ની વાર્તા કરવાનો છે.
વિધુ વિનોદ ચોપરા આપણી વાર્તાનો પેલો ડોબો છે.
આ ભાઈએ ૧૯૮૯માં 'પરિંદા' જેવી ફિલમ બનાવીને નામ કાઢ્યું પણ...
એની બાકીની ફિલ્મું દમ વગરની છે...
માનવામાં નથી આવતું ને?
સારું લ્યો... એને '૯૮માં એક ધોબીની પ્રેમકથા જેવી 'કરીબ' બનાવી હતી...
આ ફિલમ એટલી 'ગરીબ' હતી કે જોનારા રાતા આંહુંડે રોયા...
ચોપરાને રાજકુમાર હિરાણીના રૂપમાં લોટરી લાગી ગઈ છે...
આખા ગામને 'મુન્નાગીરી' શીખવાડીને આ બન્ને ઢગલો ફદિયાં કમાયા...
આ બે ડોબા મળ્યા ફીલ્મુના બટકબોલા આમીર ખાનને...
આમીરને તો હાલતી ગાડીએ બેહી જાવાની જનમજાત ટેવ છે...
બસ અહીંથી જ બિચારા ચેતન ભગતની પથારી ફરી ગઈ...
એને બળ કરીને એક ચોપડી લખી હતી અને એના ઉપરથી જ આ ત્રણેય ડોબાઓએ આ ફિલમ બનાવી નાખી...
હવે મજા જોવો... એમને ચેતનને નામ આપવાના બદલે એની જ બઝાવવાની ચાલુ કરી દીધી!
એલા ડોબાઓ ક્યારેક નવરા થઈને ગામની નિહાળુંમાં ગુડાવ...
તમને બતાવું કે તમે કહો છો એવા જડના પેટના માસ્તરું ક્યાય નથી રહ્યા...
નીકળી હાલ્યા ફિલ્મું બનાવવા...
તમને તો ચેતનની અને આખા લેખક સમાજની હાય નો લાગે તો આ કડવાનું નામ બદલી નાખજો...
તમને તો ગાયળુ દઉં તોય મને પાપ નો લાગે...
સ્ટીલના કીડાવ પડશે તમને તો...
Subscribe to:
Post Comments (Atom)
કડવાભાઈ, ડોબાઓ વિશે લખીને તમે પણ ડોબા તો ગણાયા, ને હું પણ ડોબાઓ વિશે ડોબાનું લખેલું વાંચીને ડોબો થયો. જોકે થોડુંક ડોબા થવાનું ગમ્યું એમ કહું છું, કારણ કે તમારી લાઠી સોરી કલમની મને બીક લાગે છે એટલે. અને હા, તમે કડવા ખરા પણ કઈ જાતના? કડવા કારેલા જેવા કે કડવા તૂમડા જેવા...
ReplyDeletehave kaik navu to lakho bhai k m atki gaya 6o???
ReplyDelete